Comments

3/recent-comments

Wednesday, 11 July 2018

જીવા આપા આહીર ની દાતારી

જીવા આપા આહીર ની દાતારી

આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે.
તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છે વળી ઉદાર દિલના આયર એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા માણસ જેનું નામ સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિયો આવે છે. જેના વખાણની વાતું થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને સારણ ને બળદની જરૂર છે. પોતાની પાસે એક જ બળદ છે. એટલે ભોળા આપા ધાખડા નું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરામાં આવી મળે છે. પછી વાત કરે છે. ત્યારે ભોળા આપા એ ચારણ ને બળદ આપ્યો. અને બળદ લઈ ચારણ ત્યાંથી નીકળી અને ધીરેધીરે હાલી અને રસ્તામાં મોભીયાણા ગામ આવે છે. ત્યાં પોતાની દીકરી આપેલા એટલે ત્યાં રાત રોકાય છે. પણ કર્મ સંજોગે એવું બન્યું તે રાતના સમયમાં બળદ ને ઝેરી જનાવર અડી જતા બળદ મરી જાય છે. સવારે ગઢવી જોવે છે. પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે. હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળી અને રાજુલા આવે છે. પણ તે વખતે ભોળા ધાખડા હાજર નાય હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી આયા કાય બળદ નું ખાડુ નથી કે તમને આપ્યા કરીએ હવે બળદ નથી આવું સાંભળતા ગઢવી નિમાણા થઈ અને ત્યાંથી નીકળી અને બરોબર બાંભણીયાના પાદર મા નીકળે છે. સવારનો પોર છે. એમાં જીવા આપા આયર સામાં મળે છે. અને જય  માતાજી કરે છે. એટલે ચારણ પણ જય માતાજી બોલે છે. પણ એના પગમાં જોર નથી. ઢીલા પગ સે મોઢા માથે ઝાંખપ છે. આ જોતા આયર જીવા આપા ગઢવીને વિવેક કરી પોતાની ડેલીએ લાવે કસુંબો બનાવી તૈયાર કરીને ગઢવીને પાય છે. પછી શાંતિ થી ધીરે રહી અને ચાણ ને પુછે કે કેમ ગઢવી તમે ઢીલા અને નિમાણા કેમ છો  ત્યારે સારણ કહે છે. આપા વાત કરવા જેવી નથી છતાં તમને કહું છું.
        ત્યારે આયર જીવા આપા કહે છે. ગઢવી જે હોયતે તમે કહો .જો મારાથી થાય તેમ હશે તે મદદ કરીશ.ત્યારે ગઢવી વાત કરે છે. આવી રીતે બન્યુ શુ કરવું આ સમય મા એવો કોણ દાતાર છે. એ મને બળદ આપે હવે બીજે ક્યાંય નજર પોગતી નથી. ત્યારે આ ગઢવીની વાત સાંભળી આતો આયર છે. એટલે તરત જતેના હદય મા દુઃખ થયું ભારે કરી ગઢવી પણ કાય વાંધો નહીં. જે થયું તે જીવા આપાને એમ થયું કે ગામના પાદર માંથી ચારણ નિરાશ થઈ જાય તો તો આયર ના આશરા ધર્મ ને ખોટ લાગે એટલે ચારણ ને કીધુકે તમે એક કામ કરો.
હું તમને રોકડા રૂપિયા આપું એટલે તમને ગોઠે એવો બળદ તમારા ગામ માંથી લય લેજો. તે સમયમાં એમ કહેવાય છે કે વિશ પચીસ રૂપિયા માં તો જોડ આવતી. એના બદલે જીવા આપા આયરે તે સમય માં એકાવન રૂપિયા તે ચારણ ને આપી અને રાજી કર્યા અને રજા આપી ત્યારે ગઢવીને દુહો કીધો છે.
વાહ આયર દાતાર વાહ

                     દુહો
રિણુને રાજુલા તણો ફોગટ ફેરો થાત
જાજડો જોયા વિના એક જો જીવો જાત
અંગે આભૂરાણ ઓપતા રૂડા તાજીયા રૂપ
ભીડના ભાંગે ભૂખ જણસ વાળી જીવલા

જય હો જીવા આપા
જય મુરલીધર
Share:

0 comments:

Post a Comment

Sample Text

Copyright © ગુજરાતી લોક સાહિત્ય | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com