*મયુર* :
મિત્રો
*અષાઢી બીજ ઉપરના છંદ, દુહા અને ગીત માણીએ.*
___________________________
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્
તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્
નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં
બાદલ ભરસે, અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે
નદિયાં પરસે, સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં
લગત જહરસેં, દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા
પ્રેમ પ્રસરિયા, તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા
કુબજા વરિયા, વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા
મન નહિ ઠરિયા, હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી
આસો મહિનારી, આસ વધારી
દન દશરારી, દરશારી
નવનિધિ નિહારી, ચઢી અટારી
વાટ સંભારી, મથુરારી
ભ્રખુભાન દુલારી, કહત પુકારી
તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી...
___________________________
ગહકે મોર *( મયુર )* જિંગોરિયા અને વાદળ ગરજે વીજ
રુદાને રાણો સાંભર્યો, આતો આવી અષાઢી બીજ
___________________________
આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.
માતેલા મોરલા *( મયુર )* ના ટૌ'કા બોલે,
ટૌ'કા બોલે, ધીરી ઢેલડ ડોલે.
ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.
ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.
___________________________
મઠો અસાંજો કચ્છ,
મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું,
ને મઠી અસાંજી અષાઢી બીજ…
ગજ્જણ ગરજે ને મોરલા *( મયુર )* બોલેં,
મથે ચમકેતી વીજ,
હલો પાંજે કચ્છડે મેં,
અજ આવઈ અષાઢી બીજ…
અન્ન વધે, ધન વધે,
શાંતિ ને હેત વધે, વધે દયાભાવ,
નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ…
ખારી ધરતી, ખારો પાણી
ને મઠા માડું, હી પાંજી નિશાની,
આવઈ અષાઢી બીજ મજાજી,
*આંકે નવે વરેં જી જજી વધાઈ…*
___________________________
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.
માતેલા મોરલા *( મયુર )* ના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !
___________________________
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ
મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
મારો સાહ્યબો અષાઢીલો મેઘ…
ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ
ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
મારો સાહ્યબો અષાઢીલો મેઘ…
મારો સાહ્યબો અષાઢીલો મેઘ…
___________________________
અષાઢી બીજ, મથે ચમકેતી વીજ
કે મનડો મુજો હેતથી ઉભરાજે ,
વરસેતો મીં , પંઢકે જલીયાં આંઉ કીં?
એનકે નેરી મુજી અખ શરમાજે ..
ગજ્જણ જા સૂર ને મોર *( મયુર )* જા ટહુકાર,
જાણે નવા કો’ક રાગ પ્યા સોણાજે ,
મોસમ આય મઠડ઼ી ને મટ્ટી પઇ ફોરે,
ઈ કુધરત જો રૂપ કીં ભૂલાજે ?
કચ્છડે જો ધોસ્ત મઠો મીં આય આયો ,
*નવે વરેજીયું વધામણીયું* સોણાજે ,
મઠડ઼ો વતન ને એનજા મઠડ઼ા ઐં માડ઼ુ,
*અસીં કચ્છી ઐંયું ગર્વથી ચોવાજે ..*
___________________________
કોટે મોર *( મયુર )* ટહુક્યા, વાદળ ચમકી વીજ,
મારા વાલા ને સોરઠ સાંભળ્યો,
જોને આવી અષાઢી બીજ.
*એ.........સૌને અષાઢી બીજ ના રામ રામ*
Sunday, 15 July 2018
Popular Posts
-
*મયુર* : મિત્રો *અષાઢી બીજ ઉપરના છંદ, દુહા અને ગીત માણીએ.* ___________________________ અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ બની બહારમ્, જલધાર...
-
જીવા આપા આહીર ની દાતારી આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે. તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છ...
-
કવિઓની મોસમ આવી છે. વર્ષાની મોસમ આવી છે. ફૂલગુલાબી ઠંડક વ્યાપી, ગોટાની મોસમ આવી છે. ભીની માટીની સોડમને, લેવાની મો...
-
. *|| जीनाम ||* *।। मेकणदादानी आगमवाणी ।।* *भज कारींगा राम अचींधा,* *शेरीए शेरीए शंख* *वजाइंधा... ..ट...
-
"લજ્જા અને મર્યાદા" રાત્રીનો પ્રથમ પ્રહર વિતી ગયો હતો. કચ્છની ભાવતી નગરી એટલે કે આજના ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજીબાવાના...
-
સાચા_પ્રેમ_પર_શાયરી 💞 અમારી ભૂલોને માફ કરતા રહેજો, જિંદગીમાં #દોસ્તોની કમી પૂરી કરતા રહેજો.. કદાચ હું ના ચાલી શકું તમારી સાથે તો તમે ડગ...
-
#સૌરાષ્ટ્રની #રસધાર #ભાગ -૫ #હનુભા લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પ...
-
અંગ્રેજ સલ્તનત સામે #_તાત્યા_તો૫ેની_બહાદુરી ભરનીંદરમાં પોઢેલું માણસ ઝબકીને જાગી ગયું તલવારોના ખણખણાટ કાને ઝીલ્યા, સિપાઇઓનો એક માત્ર શિકાર...
-
લેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી છાતી મારી ફાટ ફાટ થાય રે . છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી મેંથી સહ્યાં નવ જાય જી. બાણ રે વાગ્યા...
Recent Posts
BANNER 728X90
Categories
Unordered List
AD BANNER
Text Widget
Pages
Blog Archive
Powered by Blogger.
iOS
5/Life%20Style/feat-tab
Featured Post
સાચા_પ્રેમ_પર_શાયરી
સાચા_પ્રેમ_પર_શાયરી 💞 અમારી ભૂલોને માફ કરતા રહેજો, જિંદગીમાં #દોસ્તોની કમી પૂરી કરતા રહેજો.. કદાચ હું ના ચાલી શકું તમારી સાથે તો તમે ડગ...
Socialize
Business
5/Cars/feat-tab
Home Top Ad
Responsive Ads Here
Search This Blog
Post Top Ad
Responsive Ads Here
Recent
Hello, my name is Jack Sparrow. I'm a 50 year old self-employed Pirate from the Caribbean.
Learn More →
Comment
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates.
Post Bottom Ad

Breaking
Technology
3/Tech/feat-grid
Fashion
5/Life%20Style/feat2
Breaking News
Header Ads

Fashion
News
Food
Sports
Food
Technology
Featured
Videos
Android
5/Tech/feat-tab
Fashion
5/Cars/feat-tab
blogger-disqus-facebook
Follow Us @templatesyard
Formulir Kontak
Contact Form
Label
Categories
Recent Slider
5/Tech/feat-slider
Post Top Ad

About & Social

Aplha Blog
Our flagship theme is highly customizable through the options panel, so you can modify the design, layout and typography.
ખૂબ સુંદર..
ReplyDeleteખૂબ જ સરસ અષાડી બીજ કચ્છી નવા વર્ષ ના દુહા સરસ,,,નેતસિહ સોઢા રાજપૂત કચ્છ ભુજ
ReplyDelete