Comments

3/recent-comments
Showing posts with label wwe. Show all posts
Showing posts with label wwe. Show all posts

Sunday, 15 July 2018

અંગ્રેજ સલ્તનત સામે #_તાત્યા_તો૫ેની_બહાદુરી

અંગ્રેજ સલ્તનત સામે #_તાત્યા_તો૫ેની_બહાદુરી

ભરનીંદરમાં પોઢેલું માણસ ઝબકીને જાગી ગયું તલવારોના ખણખણાટ કાને ઝીલ્યા, સિપાઇઓનો એક માત્ર શિકાર હતો. કંપની સરકારનો ફોજદાર.

પોતાનું ભલુ કરનારાની સાથે અવળુ આમરણ કરનાર શેઠ માનવીના કાળજા જેવી કાળી રાત પંચમહાલના પહાડો પર ઘૂંટાઇ રહી છે. મોંમાથી નિકળેલો બોલ પણ ટાઢો બોળ થઇ જાય એવી શિયાળાની ટાઢ થીજી ગઇ છે. દશેય દિશાઓ પર અધોર અંધકારના કોટ કિલ્લા ચણાઇ ગયા છે.

દાંત કાઢતી ડાકણોના ડાચા જેવો પવન ખખડી રહ્યો છે.એવી અસુરીવેળાએ મધ્ય ચિન્દને ધમરોળીને તાત્યા ટોપેના ઘઓડાએ ગુજરાતની ભોમકા માથે પમ ઠરવ્યા. મૂળ મહારાષ્ટ્રના પવેલા ગામના પાડુરંગરાવ ભટ્ટનો બહાદુર બેટો પણ શૌર્ય અંકિત આ સેનાપતિને સૈનિકો 'તાત્યા ટોપે' ના હુલામણા નામે ઓળખે.

બહાદુરીને બાથભરી ગયેલા આ બાહ્મણ બચ્ચાએ કંપની સરકાર સામે સળગેલી ચિનગારીની સરદારી લીધી.તેની તલવારમાંથી તેજતણખા ખર્યા મદાનગીની મશાલના પથરાતા અજવાળે દેશી સિપાઇઓ મા ભોમની મુક્તિ માટે મેદાને પડયાં.

ગોરાઓના ગાભા કાઢતા સત્તાવનના સેનાનીએ સૂસવતા પવન જેમ ઝોલોદ માથે જપટ બોલાવી. રણે ચઢેલા રણયોધ્ના તોખારોની તડબડાટીથી ડુંગરાના ગાળાઓ ગર્જી ઉઠયા. તાત્યાટોપેએ ઝોલોદનો તાગ મેળવ્યો. બાતમી મળી કે, 'ઝોલોદ માથે કંપની સરકારનો ફોજદાર છે થાણામાં મુઠીભર દેશી સિપાઇઓ છે.'

તાત્યા ટોપેએ ફોજદાર પાસે તાબડતોબ કાસદ મોકલ્યો.સીમાડેથી છૂટેલો કાસદ વેરાન વગડો વીધીને પુગ્યો ફોજદારની ડેલીએ. ડેલીનાં કડા ઉપર જોરવર ભુજાના પજાની પ્રાછટ પડી. 'કોણ ભા' બોલીને ફોજદારે ગળકબારી ઉઘાડી લશ્કરી ગણવેશધારી સિપાઇને જોઇને ફોજદાર મામલો પારખી ગયા.

સિપાઇના મોં માંથી બોલ પડયાં. 'તાત્યા સાહેબનું કહેણ છે કે કંપની સરકાર સામેના અમારા યુદ્ધમાં મદદ કરો અથવા મોત માટે તૈયાર રહો.' કહેણ સાંભળી ફોજદારે પળવાર વિચારમાં ગડથોલીઆ ખાધા એક તરફ ક્રાંતિ દેશ દાઝે બીજી તરફ નોકરીની નમકહલાલી.

ફોજદારને માટે ઉત્તર દેવાનું અઘરું થઇ પડયું. મુંગા થઇ ગયેલા કંપની સરકારના ફોજદાર ઉપર ધારદાર નજર નોંધી સૈનિકે તકાદો કરતા કહ્યું. 'તાકીદે જવાબ આપો અમારી પાસે સમયની સંકડામણ છે. અમારે તો ગુજરાતમાં વિપ્લવની ચીનગારી ચાંપીને વળી નીકળવું છે.

'મારાથી મદદ તો નહિં થઇ શકે.' ફોજદારનો જવાબ સાંભળી સિપાઇએ સંભળાવી દીધું. 'તો મોત માટે તૈયાર રહેજો.' કહીને સિપાઇએ પોતાના અશ્વને પડાવ તરફ હાંક્યો એના દેવાતા ડાબાના પડઘા ફોજદારના કાન ઝીલી રહ્યાં. તેદિ' ઝોલોદના ફોજદાર તરીકે ભરૃચના ભાર્ગવ ભૂદેવ ચીમનલાલ મકનદાસ મુન્શી, કરડો ચહેરો માથે આટીયાળી પાઘડી, મો ઉપર મૂછોના  કાતરા, ઢાલવા છાતી, કંપની સરકારન સરકારનો ફોજદાર'
ક્રાંતિના માર્ગમા આડે આવવું નથી. મદદ કરી નિમકહરામી થવું નથી.

આવી બેવડી વિચાર ધારા વચ્ચે ભીંસાતા ચીમનલાલ મુન્શીએ ઉગરવાના ઉપાય વિચારવા લાગ્યાએ જાણી ગયા હતા કે કંપની સરકારના માણસ તરીકે પોતાની માથે મોત ઝળુંબ્યું છે. ઘરનો દિવો ઓલવી પોતડીભેર ઘરની બહાર નિકળી ગયા. ગામની એક વિધવા ડોશીના ડેલી ઉઘડાવી કાનમાં બે વેણ કહ્યાં : ડોશી વાતની ગંભીરતા જાણી ગઇ. ઘરની ઓંસરી પણ અબોટ દીધું મરણ સમયની તૈયાર પુરી કરી એટલે ચીમનલાલ મુન્સી શબ થઇને સૂઇ ગયા.

મધરાત ગળતી હતી. ઝોલોદની શેરીયુમા સૂનકાર રમતો હતો. ઘોટાની હાવળયું ઉઠી, ભરનીંદરમાં પોઢેલું માણસ ઝબકીને જાગી ગયું તલવારોના ખણખણાટ કાને ઝીલ્યા, બળવાની આવતી વાતો સાંભળી હતી. સિપાઇઓનો એક માત્ર શિકાર હતો. કંપની સરકારનો ફોજદાર.

સિપાઇઓએ ફોજદારની ડેલીના ભાગોળ ઉઘાડા ભાળ્યા ઘરમા અંધારૃ જોયું પછી તો  એક પછી એક ફળીયું ફંફાળવા લાગ્યા. મુન્શી જે ઘરની ઓસરીમા કફન ઓઢીને સૂતા હતાં. તે ઘરમા સિપાઇઓના પગલા મડતાની સાથે જ ડોશીએ છેડો વાળ્યો મોતની અદબ જાળવવા સિપાઇઓ પાછા વળી ગયા. ચીમનલાલ મુન્શી ઉગરી ગયાં.

નોંધ : શ્રી ચીમનલાલ મકનદાસ મુન્શી ઝોલોદના ફોજદારના હોદ્દા પરથી ગોધરા કલેક્ટરના ચીટનીસ તરીકે નીમાયા હતા. ત્યાંથી અમદાવાદમાં એકાઉન્ટ ખાતામાં આવ્યા હતાં.

ધંધુકા, ધોલેરા અને મોડાસામાં મુન્સફ તરીકે નોકરી કરી હતી. પેન્શન લઇ ભરૃચમાં નિવૃત્ત જીવન ગાળ્યું હતું.તેમને ત્રણ પત્નીઓ હતી. પ્રથમ પત્નીના પુત્રી તાપીગવરી તે  શ્રી ક.મા. મુન્શીના માતુશ્રી હતા.
તેમનો જન્મ ઇ.સ.૧૮૩૪મા થયો હતો. નિધન ઇ.સ.૧૮૩૪માં થયું હતું.

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
Share:

Wednesday, 11 July 2018

જીવા આપા આહીર ની દાતારી

જીવા આપા આહીર ની દાતારી

આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે.
તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છે વળી ઉદાર દિલના આયર એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા માણસ જેનું નામ સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિયો આવે છે. જેના વખાણની વાતું થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને સારણ ને બળદની જરૂર છે. પોતાની પાસે એક જ બળદ છે. એટલે ભોળા આપા ધાખડા નું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરામાં આવી મળે છે. પછી વાત કરે છે. ત્યારે ભોળા આપા એ ચારણ ને બળદ આપ્યો. અને બળદ લઈ ચારણ ત્યાંથી નીકળી અને ધીરેધીરે હાલી અને રસ્તામાં મોભીયાણા ગામ આવે છે. ત્યાં પોતાની દીકરી આપેલા એટલે ત્યાં રાત રોકાય છે. પણ કર્મ સંજોગે એવું બન્યું તે રાતના સમયમાં બળદ ને ઝેરી જનાવર અડી જતા બળદ મરી જાય છે. સવારે ગઢવી જોવે છે. પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે. હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળી અને રાજુલા આવે છે. પણ તે વખતે ભોળા ધાખડા હાજર નાય હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી આયા કાય બળદ નું ખાડુ નથી કે તમને આપ્યા કરીએ હવે બળદ નથી આવું સાંભળતા ગઢવી નિમાણા થઈ અને ત્યાંથી નીકળી અને બરોબર બાંભણીયાના પાદર મા નીકળે છે. સવારનો પોર છે. એમાં જીવા આપા આયર સામાં મળે છે. અને જય  માતાજી કરે છે. એટલે ચારણ પણ જય માતાજી બોલે છે. પણ એના પગમાં જોર નથી. ઢીલા પગ સે મોઢા માથે ઝાંખપ છે. આ જોતા આયર જીવા આપા ગઢવીને વિવેક કરી પોતાની ડેલીએ લાવે કસુંબો બનાવી તૈયાર કરીને ગઢવીને પાય છે. પછી શાંતિ થી ધીરે રહી અને ચાણ ને પુછે કે કેમ ગઢવી તમે ઢીલા અને નિમાણા કેમ છો  ત્યારે સારણ કહે છે. આપા વાત કરવા જેવી નથી છતાં તમને કહું છું.
        ત્યારે આયર જીવા આપા કહે છે. ગઢવી જે હોયતે તમે કહો .જો મારાથી થાય તેમ હશે તે મદદ કરીશ.ત્યારે ગઢવી વાત કરે છે. આવી રીતે બન્યુ શુ કરવું આ સમય મા એવો કોણ દાતાર છે. એ મને બળદ આપે હવે બીજે ક્યાંય નજર પોગતી નથી. ત્યારે આ ગઢવીની વાત સાંભળી આતો આયર છે. એટલે તરત જતેના હદય મા દુઃખ થયું ભારે કરી ગઢવી પણ કાય વાંધો નહીં. જે થયું તે જીવા આપાને એમ થયું કે ગામના પાદર માંથી ચારણ નિરાશ થઈ જાય તો તો આયર ના આશરા ધર્મ ને ખોટ લાગે એટલે ચારણ ને કીધુકે તમે એક કામ કરો.
હું તમને રોકડા રૂપિયા આપું એટલે તમને ગોઠે એવો બળદ તમારા ગામ માંથી લય લેજો. તે સમયમાં એમ કહેવાય છે કે વિશ પચીસ રૂપિયા માં તો જોડ આવતી. એના બદલે જીવા આપા આયરે તે સમય માં એકાવન રૂપિયા તે ચારણ ને આપી અને રાજી કર્યા અને રજા આપી ત્યારે ગઢવીને દુહો કીધો છે.
વાહ આયર દાતાર વાહ

                     દુહો
રિણુને રાજુલા તણો ફોગટ ફેરો થાત
જાજડો જોયા વિના એક જો જીવો જાત
અંગે આભૂરાણ ઓપતા રૂડા તાજીયા રૂપ
ભીડના ભાંગે ભૂખ જણસ વાળી જીવલા

જય હો જીવા આપા
જય મુરલીધર
Share:

Sample Text

Copyright © ગુજરાતી લોક સાહિત્ય | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com